પ્રમુખશ્રીનો સંદેશ

બીલીમોરા  નગરપાલિકાની  ફેબ્રુઆરી- ૨૦૧૩ માં યોજાયેલ સામાન્ય ચૂંટણીમા ભારતીય જનતાપક્ષ દ્વારા મળેલ સ્પષ્ટ બહુમતી બાદ પક્ષ  દ્વારા પ્રથમ ૨.૫ વર્ષના પ્રમુખના હોદ્દા માટે આદિવાસી મહિલા અનામત બેઠક પર મારી પસંદગી કરી નિયુક્તી કરવામાં આવેલ. અને બીલીમોરા શહેરના વિકાસ અને બીલીમોરાની જનતાની સેવા કરવાની તક આપેલ, જે બદલ હું મારા પક્ષની તથા બીલીમોરા શહેરની  ઋણી છુ.
બીલીમોરા નગરપાલિકાના ૨.૫ વર્ષના મારા પ્રમુખ તરીકેના  કાર્યકાળમાં બીલીમોરા શહેરની પાણી , ડ્રેનેજ,  નવીન સોસાયટીના રસ્તાઓ તથા  બ્લોકપેવિંગ, સોમનાથ અને બીલી ધોબી તળાવનો વિકાસ, શહેરના તમામ મુખ્ય જાહેર રસ્તાઓ પર LED  સ્ટ્રીટ લાઈટ સોમનાથ મંદિર પાસે નગરપાલિકા કચેરી પાછળ જુના વોટર વર્કસની જગ્યામાં જાહેર બગીચા, અદ્યતન સીવીક સેન્ટર તૈયાર કરી સામાન્ય જાહેર જનતાના તમામ સેવાકીય કામોને સીવીક સેન્ટરમાં આવરી લેવા સહિત તમામ વિકાસના તથા  સેવાકીય કામો પૂર્ણ  કરવા કૃતનિશ્ચયી છું.