જન્મ - મરણ અંગે નકલ મેળવવા બાબત

૧.     અરજી કોને કરવી.
         રજીસ્ટાર, સબ - રજીસ્ટ્રાર, બીલીમોરા નગરપાલિકા, બીલીમોરા
૨.     અરજીના નિકાલનો સમય :
        જન્મ કે મરણની નકલ ઓફીસના વર્કીંગના ત્રણ દિવસ બાદ આપવામાં આવશે.
૩.     અરજદારે રજુ કરવાના કાગળો :
        (અ)    જન્મ કે મરણ નોંધવા માટેનું નિયત કરેલું ફોર્મ
        (બ)    જન્મ કે મરણની નકલ મેળવવા માટેનું નિયત કરેલું ફોર્મ
૪.      જન્મ કે મરણની નોંધ ફ્ક્ત બીલીમોરા નગરપાલિકાની હોમાં થયેલ હોય તો તેની જ નોંધ કરવામાં આવે છે.
૫.      જન્મની નોંધ માટે જ્ન્મ તારીખથી ૧૪ દિવસમાં જ નોંધ કરવાની રહેશે. મરણની નોંધ ૭ દિવસમાં કરવાની રહેશે.    
         ત્યારબાદ નિયત ફી લઇ એક માસ સુધીમાં જન્મ કે મરણની નોંધ કરી શકશે તેમજ એક વર્ષ સુધી જીલ્લા
આરોગ્ય કેન્દ્ર અધિકારીશ્રી અને જીલ્લા રજીસ્ટ્રારશ્રીની મંજુરીથી નિયત ફી લઇ તેમજ ત્યાર પછીના સમય માટે
જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ (ફર્સ્ટ ક્લાસ) ગણદેવીના હુકમથી નિયત ફી લઇ જન્મ મરણની નોંધ કરી શકશે. 
૬.      જન્મ તારીખથી ૧૫ વર્ષે સુધી જ બાળકનું નામ દાખલ કરી શકાય છે. જેમાં કોઇપણ પ્રકારનો સુધારો થઇ શકતો
         નથી.